એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા ઘાટને શૂરપાણેશ્વર મહાદેવના મંદિર સાથે જોડવામાં આવ્યો છે. શૂરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારાઆકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારાસાથે નર્મદા મહાઆરતીનો પણ આરંભ કરાવવામાં આવ્યો છે. આ માટે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા www.narmadamahaaarti.in વેબસાઇટ વિકસાવવામાં આવી છે. આ વેબસાઇટ મારફતે આરતીના યજમાન બની શકાશે અને પ્રસાદી પણ ઘેર બેઠા મેળવી શકાશે. વેબસાઇટ મારફતે આરતીના યજમાન બની શકાશે અને આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ ઘેર બેઠા મેળવી
શકાશે. ગુજરાતની જીવાદોરી નર્મદા નદીની મહાઆરતી થઇ રહી છે. અને આ આરતીના પ્રથમ યજમાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાઆરતીમાં 6 હજારથી પણ વધુ લોકો ભાગ લઈ શકે, તેમજ શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકાર કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા ઘાટના રાત્રિનો નજારો વેબસાઇટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઇ શકશે. આ ઉપરાંત આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.
દીપક જગતાપ, રાજપીપલા