વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલી છે તે એકતા નગરમાં પ્રતિવર્ષ સરકાર દ્વારા પ્રવાસીઓ માટે અવનવા આકર્ષણો મૂકવામાં આવે છે જેમાં પહેલીવાર ચાલુ વર્ષે પ્રવાસીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરી શકાય એવી હાઉસ બોટ તરતી મૂકવામાં આવી છે પૈસા ખર્ચી શકે એવા પ્રવાસીઓ માટે આ એક સુંદર વ્યવસ્થા છે.
હાલ જે સી પ્લેન ઊડતું હતું પ્લેન સેવા તો હાલ બંધ છે પણ તેના વિકલ્પમાં પ્રવાસીઓ માટે હાઉસબોટ મુકવામાં આવી રહી છે જે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. કેવડીયાના એકતાનગર SOU ખાતે સી પ્લેનના તળાવ નંબર ૩ માં દેશ અને વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા રહેવા અને જમવાની સુવિધાસભર અધતન બોટ હાઉસ તરતું મુકાયું છે. બોટ હાઉસમાં પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવી છે. આબોટ હાઉસમાં રહી વિવિધ વાનગીઓનો સ્વાદ માણી કેરાલા અને કાશ્મીર જેવા માહોલનો અહેસાસ પ્રવાસીઓ કરી શકશે.
કેવડીયાના એકતાનગર SOU ખાતે સીપ્લેનના તળાવ નંબર ૩ માં ઓયા કંપની દ્વારા હવે સ્ટેસ્યૂ ઓફ યુનિટીમાં પણ રહેવા અને જમવાની સુવિધા સાથે અધતન બોટ હાઉસ તરતું મુકાયું છે. જ્યાં તમે પાણીમાં રહીશકશો, જમી શકશો, તેના ડક ઉપર આરામ ખુરશીમાં બેસી કેવડિયા અને SOU નો રાત્રી દરમિયાન અદભુત નજારો પણ જોઈ શકશો. આકર્ષક અને અધતન બોટ હાઉસમાં ડાઇનિંગ ટેબલ, ગેલેરી, ટેરેસ, અલગ-અલગ કેટેગરીમાં રહેવા માટે રૂમ સહિતની સુવિધાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ બોટહાઉસને લઈ કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પણ ટ્વિટ કરી હતી. તેઓએ ટ્વીટમાં જણાવ્યું કે, એકતાનગરે વધુ એક આકર્ષણ ઉમેર્યું છે, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતેરહેવા માટે હાઉસબોટ પણ ઉપલબ્ધ છે. આ હાઉસ બોટમાં મુલાકાતીઓને રાત્રિ રોકાણની તેમજ રહેવાની મજા માણવા મળશે. હાઉસ બોટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ઊનાળાના વેકેશન પહેલાં કેવડિયા ખાતે આ આકર્ષણનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકને અહીંયા ઠંડકમાં મજા માણવાનો અવસર મળશે. જોકે, કેરળની હાઉસ બોટની મજા અલગ જ છે પરંતુ એકતા નગર ખાતે આ પ્રથમ નવું આકર્ષણ ઉમેરાયું છે. અત્યાર સુધી એક ક્રુઝ બોટ ચાલતી હતી હવે હાઉસબોટની મજા પણ પ્રવાસીઓને માણવા મળશે.
જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ કેવડીયાના જન સંપર્ક અધિકારી રાહુલ પટેલેએક સત્તાવાર લેખિત નિવેદન માં જણાવ્યું છે કે આ હાઉસબોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રવાસીઓને મગરોનો કોઈ ભય નથી. આ તળાવમાં ભુતકાળમાં જે મગરો વસવાટ કરતા તેમને સલામત રીતે વનવિભાગે રેસ્ક્યુ કર્યા હતા અને બાદમા તળાવ નં – ૩ની આજુબાજુ જાળી મુકવામાં આવી છે જેથી અન્ય તળાવોમાંથી મગર આવવાની શકયતા પણ બિલકુલ નથી. આ તમામ પાસાઓનો અભ્યાસ કરીને જ હાઉસબોટનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેથી હાઉસબોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે PPP ધોરણે જ સંચાલિત કરવામાં આવ્યુ છે ત્યારે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો વધશે એ ચોક્કસ છે.
દીપક જગતાપ, રાજપીપલા