Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિરના ભાગરૂપે કેન્દ્રિય ટીમ દ્વારા પૂર્વ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

Share

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.પ, ૬, ૭ મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે ૧૪ મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવઓ, અધિક આરોગ્ય સચિવઓ, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો અને આરોગ્ય કમિશનર તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર ભાગ લેનાર છે.

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય – નવી દિલ્હીની ટીમ દ્વારા ચિંતન શિબિરના સુચારૂ આયોજન અને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે એક્તાનગર (કેવડિયા) ટેન્ટસિટી-૨ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ માટેના ચિંતન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિવાસ, ભોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત વગેરે બાબતોની તૈયારીની આ બેઠકમાં મુદ્દાવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Advertisement

આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડૉ. નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર સુશ્રી રેમ્યા મોહન, એસ.એમ.વી.એસ.એમ.ના મેજર જનરલ પ્રા.અતુલ કોટવાલ, એન.એચ.એસ.આર.સી.ના સીનિ. કન્સલ્ટન્ટ પદમ ખન્ના, ડૉ. આદિલ સફી, દિક્ષા રાઠી વગેરેએ ચિંતન શિબિરની સફળતા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં પી.એમ મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે.

ProudOfGujarat

“નિશાચર,” એક મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝ જે આજે રિલીઝ થવાની છે, તે તમને સ્તબ્ધ કરી દેશે.

ProudOfGujarat

નર્મદા નદીને બિંદાસ બે ભાગમાં વહેંચી ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવતું રેતી ખનન, ભરૂચ તાલુકાનાં નાંદ ગામનાં લોકોની અનેકવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!