કેવડિયા કોલોની
તા.૧૯/૧૨/૨૦૧૮
આજરોજ સમસ્ત આદિવાસી સમાજ એટલે કે ગરૂડેશ્વર તાલુકાનાં ૭૨ જેટલા ગામના સમસ્ત આદિવાસી કે જેઓ નર્મદાબંધ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનીટી માં જમીનો ગઇ છે.તેવા આદિવાસી ભાઇઓ-બેનો કેવડિયા ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇને કેવડિયા કોલોની થી રાજપીપલા સુધી પદયાત્રા કાઢી અને નર્મદા કલેક્ટરને આવેદન આપવાનાં હતા તેની જાણ વહીવટી તંત્રીને થતા આદિવાસી સમાજના કાર્યકર્તાઓને પોલીસ પકડી ડીટેઇન કર્યા હતા.અમુક કાર્યકર્તાઓને રાજપીપલા,દેવલીયા ચોકડી તેમજ કેવડિયા કોલોની ખાતે પકડ્યા હતા અને સવારે કેવડિયા હેલીપેડ પર વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેના પગલે આદિવાસીઓને ભેગા થવા દીધા ન હતા પરંતુ આજે આદિવાસી સમાજ મક્કમ બનીને લડત આપી હતી.જેમણે ગામમાં ભેગા થઇને લગભગ ૫૦૦ આદિવાસીઓએ ગામ માંથી પદયાત્રા કાઢીને નાંના-મોટા વાહનોમાં પોલીસને ચકમો આપી રાજપીપલા જવા રવાના થયા હતા.
કેવડિયા સમસ્ત આદિવાસી સમાજ ભેગા થઇને નારા લગાવ્યા હતા “જય આદિવાસી”,”લડેંગે જીતેંગે”,”મર જાયેંગે પર પીછે હટેંગે નહી”..
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આગામી તા. ૨૦/૧૨/૨૦૧૮ થી તા. ૨૨/૧૨/૨૦૧૮ સુધી ગરૂડેશ્વર તાલુકામાં બંધનુ એલાન જાહેર કરાયુ છે