Proud of Gujarat
INDIAFeaturedGujarat

કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીની પ્રવાસી સાથે છેતરપિંડી.

Share

કેવડિયા ખાતે આવેલ શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીએ પ્રવાસી સાથે છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં SOU ની ટીકીટ કોઇ અન્ય ખાનગી વ્યક્તિ પાસેથી એકવાર સ્કેન થઈ ચુકેલી ટીકીટ પ્રવાસીને 900/-રૂ. મા પધરાવી દેતા ભાંડો ફૂટ્યો હતો. કેવડિયા પોલીસ મથકે આ કર્મચારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી આ.પો.કો.શાંતીલાલ માવજીભાઈ SOUADTGA કેવડીયા તા.ગરૂડેશ્વર એ આરોપી જયેશભાઈ કાંતીલાલ પાટણવાડીયા (રહે SBB (શ્રેષ્ઠ ભારત ભવન) કેવડીયા કોલોની સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ SBB (શ્રેષ્ઠ ભારત ભવન) ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતાકર્મચારી હોઈ તેઓએ SOU ખાતે મુલાકાતે આવેલ પ્રવાસી પ્રમોદભાઈ માળીને SOU ની ટીકીટ કોઇ અન્ય ખાનગી વ્યકતી પાસેથી એકવાર સ્કેન થઈ ચુકેલી ટીકીટ જે એકની કીમત રૂ. ૧૫૦/- ના દરની કુલ ૬ ટીકીટની કીમત રૂ.૯૦૦/- માં વેચી દઈ પ્રવાસી સાથે ફરજ દરમ્યાન વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનોકર્યો હતો. આ અંગે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જીલ્લા કોંગ્રેસ પ્રમુખઓની વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં પંચમહાલ જીલ્લાની માહિતી આપતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી.

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતગર્ત નડિયાદ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. હઝરત ના પૌત્ર ના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને જમાડવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!