કેવડીયામાં પહેલીવાર રેડીયો યુનિટી ૯૦ FM નું સોફટ લોંચિંગ કરવામાં આવ્યું છે, જેમાં રેડીયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક -યુવતીઓ કામ કરશે. રેડીયો યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આદિવાસીઓમાં અસિમીત શક્તિઓ પડેલી છેતેનો ઉપયોગ કરીને ત્રણ આદિવાસી યુવક યુવતીઓ અને બીજા બે સ્થાનિકો મળી પાંચ જણાને રેડિયો જોકી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાનિકોને રોજગારી અને તકો ઉપર મુકેલા ભારને ધ્યાને રાખી સ્થાનિક અને આદિવાસીને રેડિયો જોકી બન્યા છે એ નર્મદાનું ગૌરવ છે. કેવડીયામાં ગાઇડ આજે સંસ્કૃત ભાષા પણ બોલે છે.
અ પ્રસંગેસ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી અને સરદાર સરોવર નર્મદા નિગમનાં સંયુક્ત વહીવટી સંચાલક રવિ શંકર, અધિક કલેકટર સર્વ આર.ડી.ભટ્ટ.હિમાંશુ પરીખ, નર્મદા ડેમનાં મુખ્ય ઇજનેર આર.એમ.પટેલ સહીતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારની આજુબાજુની પંદર કિલોમીટર વિસ્તારને કોમ્યુનિટી રેડિયો 90 એફ એમ કવર કરશે. જેનો 15 મી ઓગસ્ટ પ્રારંભ કરી દેવાયો છે. મહત્વની વાત એ છે પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપના છે કે અહીંના સ્થાનિક લોકોને અને આદિવાસી લોકોને રોજગારી મળે તેવો પ્રયાસથયો છે. નર્મદાની સ્થાનિક આદિવાસી મહિલાઓ ડો. નીલમ તડવી, ગુરુ શરણ તડવી,ગંગાબેન તડવી, શીતલ પટેલ અને શમાને રેડિયોજોકી બનાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી 90 FM પર જુદા જુદા કાર્યક્રમો પ્રસારિત થશે. જેમાં સરદાર પટેલના જીવન અને કવન ઉપર આધારિત લોકોને પ્રેરણા મળે તેવી વાતો, સંદેશાઓ અને ન ક્યારેય સાંભળી હોય તેવી રોચક વાતો મુકવામાં આવશે. એ ઉપરાંત સરદાર સાહેબના જીવનકવન ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રોજેક્ટઅને વિવિધ યોજનાકીય માહિતી સાથે દેશભક્તિ ગીતો અને પ્રેરણાત્મક સોન્ગ મુકવામાં આવશે.
આ અંગે જન સંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અનેક નવા આકર્ષણો છેલ્લા ૨ વર્ષમાં ઉભા થયા જેમાં સૌએ સહિયારા પ્રયત્નો હાથ ધરી પ્રધાનમંત્રીનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે. પ્રવાસનનાં વિકાસ થકી ૩૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડવામાં આવી છે અને કેવડીયા આસપાસનાં ૧૦૦ કી.મી. વિસ્તારમાં હજારો કુટુંબોને અપ્રત્યક્ષ રૂપે વધુ આવકરૂપે રોજગારી પ્રાપ્ત થઇ છે. કોઇપણ જગ્યાનો વિકાસ હોય તેમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇચ્છા આજે પરીપૂર્ણ થઇ છે. રેડિયો જોકી તરીકે નર્મદાની આદિવાસી યુવતીઓનો અવાજ સંભાળવા મળશે. જોકે હાલ સોફ્ટ લોન્ચ કરાયું છે પણ વિધિવત ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા