કેવડીયા કોલોનીમાં ટેન્ટ સિટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરની જમીનમાં અનઅધિકૃત જગ્યામાં નવું બાંધકામ સ્વયં દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે ગરૂડેશ્વર મામલતદાર તરફથી આજે જરૂરી વિગતો આપતાં ગરૂડેશ્વર તાલુકાના મામલતદાર મિતેશભાઇ પારેખે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની સંખ્યા માટે ડેવલોપ કરવામાં આવેલ છે, જેમાં પ્રવાસીઓની આનુષંગિક સુવિધાઓમાં વધારો થાય તે માટે ટેન્ટ સીટી-૧ નું નિર્માણ કરવામાં આવેલ છે, જેમાં એમ.ડી લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ટેન્ટ સિટી-૧ નું બાંધકામ કરેલ પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે લાગુ તળાવના કિનારે વધુ ૧૬ જેટલાં ટેન્ટનું નિર્માણ કરવાં માટે તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલનું બાંધકામ શરૂ કરવામાં આવેલ જે અંગે વિવિધ વિભાગોની ટીમ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ તપાસણી કરતાં અને સ્થળની માપણી કરાવતાં સર્વે નં. ૮૫-બી જે ગૌચરન જમીનમાં બાંધકામ થયેલ હોય, જે ધ્યાને આવતાં અમોએ કંપનીને તા.૨૭/૦૫/૨૦૨૧ ના રોજ નોટીસ આપેલ. કંપનીએ કરાર સિવાય આ વધારાની જમીનમાં બાંધકામ કરવાની ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમની કોઇ મંજૂરી અથવા કોઇ કરાર કરેલ ન હોય અને ગૌચરની જમીન હોવાથી નોટીસ આપેલ. કંપની દ્વારા આજરોજ તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ દબાણ દૂર કરવાની કામગીરી સ્વખર્ચે દૂર કરવામાં આવી રહેલ છે, તેમાં જે સ્વીમીંગ પુલના ડેકનું જે બાંધકામ છે તે ખૂલ્લું કરેલ છે. ટેન્ટ સિટી ખાતે લોંખડના ગઠન સાથે ટેન્ટ બનાવવાની કામગીરી છે તે ગેસ વેલ્ડીંગથી કટીંગ કરી કામગીરી કરવાની હોય તેના કારીગરો સાથે કાર્યરત છે, જે ટૂંક સમયની અંદર ખુલ્લુ કરવાની તેમણે બાંહેધરી આપેલ હોવાનું પારેખે જણાવ્યું છે.એ ઉપરાંત લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગેરકાયદેસર ના સાગ અને ખાખરાના વૃક્ષ છેદન પ્રવૃત્તિ માટે વન વિભાગે 1 લાખનો દંડ ફટકારી દંડ વસુલ્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
કેવડીયા કોલોનીમાં ટેન્ટ સિટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરન જમીનમાં અનઅધિકૃત જગ્યામાં નવું બાંધકામ સ્વખર્ચે દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરી.
Advertisement