વેલી ઓફ ફલાવર ખાતે ફુલોના પ્રદર્શનમાં 150 જાતિઓના 500 પ્રકારના ફૂલો અને 15 થિમોનું આયોજન કરાયું, મુલાકાતીઓને ટ્યુરિસ્ટ ગાઈડ મારફતે સ્થાનિક ખાનપાન અને સંસ્કૃતિની ઝાંખી કરાવાશે.
રાજપીપળા:ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મુખ્ય આકર્ષણ વેલી ઓફ ફલાવર છે.વેલી ઓફ ફલાવર ખાતે 14મી ડિસેમ્બર થી 25મી ડિસેમ્બર સુધી પ્રથમ ફલાવર શો યોજાશે.જેનું આજે 14મી ડિસેમ્બરે ગુજરાત રાજ્યના વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.
વેલી ઓફ ફલાવર ખાતેના ફુલોના પ્રદર્શનની થીમ “જૈવ વિવિધતામાં એકતા” છે.નર્મદા નદીના બન્ને કિનારે ફૂલોની જાતિઓના વિવિધ રંગોનું વાતાવરણ દર્શાવે છે.વેલીની લંબાઈ 17 કિમિ છે જેમાં વિવિધ જાતિઓ સહિત 73 મૂળ સ્થાનિક,વૃક્ષો અને ઝાડીઓની 115 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.ફુલોના પ્રદર્શનમાં “જૈવ વિવિધતામાં એકતા” ના વિવિધ સબ થિમ દ્વારા દર્શાવાશે.પેટા થિમ્સમાં વનસ્પતિઓ અને વનયજીવો,વન,ક્લાઈમેટ ચેન્જ,ફલાવર વિન્ડો,વાયબ્રન્ટ ગુજરાત,રોયલ ગાર્ડન,મેક ઇન ઇન્ડિયા જેવી વિવિધતા જોવા મળશે.આ ફુલોના પ્રદર્શનમાં 150 જાતિઓના 500 પ્રકારના વિવિધ ફૂલો અને 15 થિમોનું આયોજન વન અને પર્યાવરણના સંરક્ષણ અર્થે ખાસ કરાયું છે.અહીંયા મુલાકાતીઓને ટ્યુરિસ્ટ ગાઈડ દ્વારા સ્થાનિક ખાનપાન કળા અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે.આ ફુલોના પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ઘાસ,ઝાડીઓ,સુશોભિત પર્ણ સમૂહો,શાકભાજી અને અન્ય પ્રજાતિઓ સમાવેશ કરાયો છે.જેમાં ક્રિસનેથીયમ,જેરીનીયમ,પોઇનસેટીયા,સેલિનકો,પેન્ટાસ,ગાઝાનીયા,બેગોનીયા બાડા બિંગ,વિનકા, ફાયકસ ટોપીઆરી મલ્ટી બાલ, ગ્રાફટેડ, રોઝ કાશ્મીરી,કૉસમોસ,સેન્ડમ સ્પરિયમ જેવા ફૂલો ધરાવતા કુલ 185000 જાતિઓ,34000 પર્ણ સમૂહો,20000 સુશોભિત પર્ણ સમૂહો અને 30000 ઘસનો સમાવેશ થાય છે તથા સ્થાનિક કક્ષાએ મળી આવતા વિવિધ પથ્થરોને પણ પ્રદર્શિત કરાશે.