Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં બાંધકામનું કામ કરતા પડી જવાથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત.

Share

– કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં કામ કરતી મહિલા પડી જતા ગંભીર ઈજા થવાથી તેનું મોત નિપજ્યું છે.

બનાવની વિગતો મુજબ મરનાર નાહતીબેન નિલેશભાઈ વસુનીયા (રહે,કેવડીયા કોલોની) કેવડીયા કોલોની સરદાર સરોવર નિગમ બાંધકામ ગેસ મંડળીની બાજુમાં સવારે દસેક વાગ્યે કેવડીયા પોલીસ સ્ટેશન નજીકમાં બાંધકામનું કામ કરતાં પડી જતા તેમનો પતિ નિલેશભાઈ મસુલભાઇ વસુનીયાના 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે આવેલા હતા. તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલ પરંતુ એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં તેનું મૃત્યુ થતાં મૃતદેહ રાજપીપળા સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્યો હતો. આ અંગે રાજકુમાર ભગતે પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

નેત્રંગ તાલુકાના જેસપુર ગામમાં વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે છેલ્લા ૩૫ વર્ષથી ચાલતી અખંડ રામધુન.

ProudOfGujarat

સુરત : બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કાવતરું: બોગસ બિલિંગના રૂપિયાથી નવા પ્રોજેક્ટો શરૂ કરાયાની શંકા

ProudOfGujarat

નડિયાદની વનીપુરા પ્રાથમિક શાળામાં માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!