Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા કૃઝની મઝા નહીં માણી શકાય : આગામી ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રહેશે ક્રુઝ.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનાં વિસ્તારનાં આયોજનબધ્ધ વિકાસ માટે SOUADTG ઓથોરિટી મારફતે અનેક વિકાસ કાર્યો હાથ ધરાઇ રહ્યા છે, તે અંતર્ગત પવિત્ર શુલપાણેશ્વર મંદિરથી ત્યાગી ઘાટ સુધીનાં વિસ્તારને નર્મદા ઘાટ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે, જેનાં ભાગરૂપે તેનાં પાયાનું કામ કરવા માટે પાણી નિયંત્રિત કરવુ જરૂરી હતુ ઉપરાંત એકતા કૃઝનું સંચાલન છેલ્લા ૬ માસથી સતત થઇ રહ્યુ છે જેનાં કારણે તેનાં મેઇન્ટેનન્સ જરૂરીયાત પણ ઉભી થઇ હતી જેથી આ થનાર કામગીરીને લક્ષમાં લઇને સરદાર સરોવર નર્મદા નિગમ લી. સાથે સંકલનમાં રહીને તા. ૨૯/૦૩/૨૦૨૧ થી તા. ૧૫/૦૪/૨૦૨૧ સુધી નર્મદા નદીમાં છોડાતું પાણી ઓછું કરી એકતા ક્રુઝ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ, ઉપરોક્ત કામગીરીમાં હજી વધુ સમય લાગે તેમ હોય એકતા ક્રુઝ ૧૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવાના નિર્ણયમાં ફેરફાર કરીને આગામી તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. બાદમાં એકતા ક્રુઝનું સંચાલન પૂર્વવત થાય તે પહેલાં આગોતરી જાણ કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

આરીફ જી. કુરેશી : રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના વોર્ડ નં.5 વિસ્તારમાં રસ્તાનું કામ પૂર્ણ ન થતા રહીશોને હાલાકી : વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ…

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં ખેડૂતોએ સમસ્યાને લઈને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ-આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!