Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા ખાતે ચાલી રહેલ ડિફેન્સ કોન્ફરન્સને લઈ તંત્ર એલર્ટ : ગરૂડેશ્વર તાલુકાનાં સમગ્ર વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો.

Share

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય ડિફેન્સ કોન્ફરન્સ આજથી શરૂ થઈ છે ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહ, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, તેમજ સુરક્ષા દળોના ત્રણેય પાંખના વડા ની ઉપસ્થિત માં આ કોન્ફરન્સ યોજાઇ રહી છે ત્યારે નર્મદા જિલ્લા તંત્રએ પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે વધુ ચુસ્ત સુરક્ષાને ધ્યાને રાખી ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો છે.

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારને તા.૦૪/૦૩/૨૦૨૧ ના બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૦૭/૦૩/૨૦૨૧ ના ૨૪:૦૦ કલાક દરમ્યાન “No Drone Zone” તરીકે જાહેર કરાયેલ છે. સદર હુ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૪/૦૩/૨૦૨૧ ના બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૦૭/૦૩/૨૦૨૧ના ૨૪:૦૦ કલાક સુધી કરવાની રહેશે તેમ જણાવાયું છે.

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ પણ જણાવાયું છે

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ:નાણાકીય છેતરપિંડીના અલગ-અલગ બનાવોમાં છેલ્લા છ મહિનામાં રૂપિયા ૧૧,૯૮,૮૯૪ પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…

ProudOfGujarat

ભરૂચ : નબીપુરથી બિલાલ હજ & ઉમરાહ ટ્રાવેલ્સની ટૂર ઉમરાહ માટે મક્કા મદીના જતાં ટ્રાવેલ્સના સંચાલકોમાં ખુશીની લહેર વ્યાપી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનું વાંકલ બજાર ચાર દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!