Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્કમટેકસ એપેલેટ ટ્રીબ્યુનલની બે દિવસીય કોન્ફરન્સ આજે શરૂ કરવામાં આવી.

Share

આ ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલનાં ચેરમેન પી.પી ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સ કેવડિયાની ટેન્ટસિટી ખાતે રાખવામાં આવી છે આ કોન્ફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે. દેશનાં લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે.

બીજો વિષય એ છે કે અત્યારનો મહત્વનો વિષય છે કે ઇન્ટરનેશન ટેક્સ સેશન પરનો છે ઘણી વખત ડબલ ટેક્સ સેશનના પ્રોબ્લેમ આવતા હોઈ છે તેનો પર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે આ કોન્ફરન્સમાં 200 જેટલા સ્ટેક હોલ્ડેર અહીં ભેગા થયા છે જેમાં ઈન્ક્મટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટન્ટસ, એપેલેટ ટ્રીબ્યુનલનાં મેમ્બર અને એડવોકેટ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે જયારે ત્રીજો વિષય એ છે કે બ્લેક મની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. બ્લેકમની શેની ઈકોનોમી  અસર કરે છે. બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. જો આવી કોન્ફરન્સ સમયાંતરે થાય તો દેશના કોઈ ઇસ્યુ હોઈ તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકરણ  પણ વેહલું આવી શકે છે. બ્લેકમની બાબતે મહત્વનું જણવ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. આવતીકાલે આ કોન્ફરન્સનાં સમાપન સમારંભમાં દેશના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ હાજર રહેશે અને આ સમાપન સમારંભમાં પોતાનું મંતવ્ય જણાવશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ડભોઇ રેલ્વેમાં કરોડોનાં કેબલ બળીને ખાખ : સલામતીની ચુક.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat

ભરૂચ- બે અલગ અલગ અકસ્માતના બનાવો માં બે વ્યક્તિના મોત અન્ય બે વ્યક્તિ ઘાયલ-જાણો ક્યાં સર્જાયા અકસ્માત..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!