૧૭ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવું નિર્માણ પામેલ ભારતનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદીનાં હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ રેલ માર્ગે સરળતાથી કેવડિયા આવી શકશે આ સાથે જ કેવડિયાથી વિવિધ ૦૮ રૂટની ટ્રેનને વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત અમદાવાદ, વડોદરાથી સંતો મહંતો ઉચ્ચ અધિકારીઓ સહિતનાં લોકો ટ્રેન મારફતે કેવડિયા આવ્યા હતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું.
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી કેવડિયા આવનાર જન શતાબ્દી એક્સપ્રેસ પ્રથમ ટ્રેનના વિસ્ટાડોમ કોચના ફોટો ટવીટ કર્યા હતા તે ટ્રેન કેવડિયા આવી પહોંચી હતી. આ કોચ ખાસ પ્રકારે ડિઝાઇન કરાયો છે જેમાં પ્રવાસીઓ સફરની સાથે બહારનો કુદરતી નજારો માણી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આ ડબ્બાની છત ઉપર મોટા ટ્રાન્સપરન્ટ કાચ લાગવાયા છે જેમાંથી પ્રવાસીઓ બહારનો નજારો માણી શકે ઉપરાંત સ્મોક ડિટેક્ટર, સી.સી.ટી.વી થી સજ્જ આ કોચની સીટીંગ વ્યવસ્થા પણ ખૂબ આરામદાયક છે 360° ગોળ ફરી શકે તેમ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી