પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંશલે જણાવ્યું હતું કે કેવડીયામાં 500 બેડની બજેટ હોટલ માટે સરકારે રેલ્વેને જમીન આપી દીધી છે. IRCTC બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે. હાલ જેટલા રૂટ પર ટ્રેનો ચાલી રહી છે એ લાઈનોમાં ડબલિંગ, લાઈન કન્વર્જન, નવી લાઈનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દિલ્હીથી મુંબઇ વચ્ચે 2024 સુધીમાં 160 કિમિ પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવામાં આવશે.
રાજપીપળા કેવડિયા રેલ્વે લાઈન જો શરૂ કરવી હોય તો વચ્ચે મોટી નર્મદા નદી આવે છે એ નદી પર પુલ બનાવવો પડે એમ છે. જેથી ગુજરાત સરકાર સાથે મંત્રણા કર્યા બાદ આ મામલે વિચારવું પડશે. હાલ જે પણ રેલ્વે લાઈનો બંધ છે એ ફક્ત કોરોના મહામારીમાં પેસેન્જરો મળતા નહિ હોવાને લીધે બંધ કરાઈ છે. આત્મનિર્ભર યોજના હેઠળ અમદાવાદ કેવડિયા જન શતાપદી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનું ભારતીય રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત નિર્માણ થયુ છે. ભવિષ્યમાં વિસ્ટાડોમ કોચની અન્ય ટ્રેનોમાં સંખ્યા વધારાશે
રાજપીપળા : આરીફ જી કુરેશી