– કેવડિયા ખાતે બની રહેલ અદ્યતન ગ્રીન રેલવે સ્ટેશનમાં ખાણીપીણીનાં સ્ટોલ સહિતની સુવિધાઓમાં સ્થાનિકોને રોજગારી આપવા સાંસદની અપીલ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ કક્ષાએ નામના મેળવી ચૂકી છે ત્યારે સી પ્લેન શરૂ કરી હવાઈ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે હવે ટૂંક જ સમયમાં કેવડિયા ખાતે એશિયાનું સૌપ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન તૈયાર થઇ જશે અને રેલ માર્ગે પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી જં અહીંયા સ્થાનિકોને રોજગારી માટે અનેકવાર વિવાદો સામે આવ્યા છે.
આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના વિકાસની સરકાર વાતો કરી રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના પરિસરમાં સ્થાનિકોને યોગ્ય લાયકાત મુજબ નોકરી ન અપાતી હોવાની બૂમ પણ ઉઠી હતી જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોને વિવિધ લાયકાત મુજબ નોકરીઓ પણ આપવામાં આવી છે પરંતુ કેટલાક આદિવાસીઓમાં હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
હાલ કેવડિયા ખાતે નિર્માણધીન એશિયાનું સૌપ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન શરૂ થનાર છે ત્યારે ભાજપનાં જ સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયેલને સ્થાનિકોને લાયકાત મુજબ રોજગારીની તકો આપવા ગુહાર લગાવી છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે સ્થાનિકોને રેલવે સ્ટેશનમાં ખાનપાનનાં સ્ટોલ, હાઉસકિપિંગ સિક્યોરિટી સહિતની સુવિધાઓમાં રોજગારીની તકો આપવામાં આવે.
આવનાર સમય બતાવશે કે સ્થાનિક આદિવાસીઓને કેવડિયા ખાતે બની રહેલ એશિયાનાં પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનમાં રોજગારીની તકો મળશે કે પછી કોન્ટ્રાકટ સિસ્ટમ દ્વારા બહારથી લોકોને લાવી સ્થાનિકોની રોજગારી છીનવાશે….????!!?
રાજપીપળા : આરીફ જી કુરેશી