રાજપીપલા, ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ દ્વિ-દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન ગઇકાલે ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલ ૧૭ એકરમાં વિસ્તરેલા આરોગ્ય વનની લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુદ્રાઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયાએ વિસ્તૃત જાણકારી આપી હતી. કેરળમાં વપરાતી ઉપચાર પદ્ધતિ મુજબના વેલનેસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
ત્યારબાદ મંત્રી કૌશિકભાઇ પટેલે ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કના ટ્રાયલ રનની મુલાકાત દરમિયાન એકતા એક્સપ્રેસ જોઇ ટ્રેનમાં બેસીને ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો ખાતે રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવવાં ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ, ભૂલ ભૂલૈયા સિનેમા સહિતના બાળકોના મનોરંજન માટેની નવી અસંખ્ય ગેમ્સના વિભાગોની પણ મુલાકાત લઇ આનંદની લાગણી સાથે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમજ ખલવાણી ખાતે રિવર રાફટિંગની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની તેમણે જાણકારી મેળવી હતી.
મંત્રી પટેલે સરદાર સરોવર ડેમ, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની મુલાકાતમાં બામ્બુ ક્રાફ્ટ, એરીયા લીફ, યુટેન્સીલ્સ, ઓર્ગેનિક કુંડા, યાંત્રિક રીતે ઓર્ગેનિક થાળી-વાટકી બનાવટ-ઉત્પાદનની પ્રક્રિયાના નિરીક્ષણ ઉપરાંત હાઇડ્રોપોનિક હેન્ડીક્રાફ્ટ, મધમાખી ઉછેર, કડકનાથ મરઘા, ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટર શ્રી એન.યુ.પઠાણ, સ્ટેચ્યુ ઓફ યુનિટના અધિક કલેકટર બી.એસ.પટેલ, પ્રોટોકોલના નાયબ કલેક્ટર બી.એસ.અસારી, તિલકવાડા તાલુકાના પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર વગેરે મંત્રીની સાથે જોડાયા હતા.
કેવડીયા ખાતે આરોગ્ય વન, ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક, સરદાર સરોવર નર્મદા ડેમ, રિવર રાફટીંગ, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની મુલાકાત લેતા ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ.
Advertisement