પ્રાપ્ત મહિતી અનુસાર
કેવડિયા કૉલોની મા આવેલ જૂની બી વિસ્તાર મા બ્લૉક નંબર પાંચ મા રહેતા કમલેશભાઈ રાવલ ના ઘર મા ગયી કાલે સાંજે છ એક વાગ્યા ની આસપાસ સાપ જોવાતા ભાગદોડ મચી ગય હતી. ઘરના પાછલા રૂમ મા કોઠી પાછર ફેણ ફૂલાવી બેઠેલા સાપ પર એકાએક નજર પડતા ઘરમાલીક ઘબરાય ગયા હતા…
ઘર મા કોબ્રા સાપ ફેણ ફૂલાવી બેઠો હોય રહીશે મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. જો કે આ વાત વાયુવેગે પ્રસરતા કોબ્રા સાપ ને જોવા પબ્લિક ઉમટી પડી હતી ..
ટોરા મા મોજૂદ તડવી તુષાર ભાઈ એ તત્કાલિક જીવદયા ની
ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ ટીમ નો સંપર્ક કરતા ટીમ ના સદસ્ય તડવી અજય કે જે આગર ના ગ્રાઉંડ માંજ મોજૂદ હોય તત્કાલિક ઘટના સ્થર પર પહોંચી જય અત્યંત ઝેરી એવા કોબ્રા સાપને પકડી લીધો હતો.
સાપ પકડાય જતા આજુબાજુ ના રહીશો એ રાહત નો શ્વાસ લીધો હતો.
તડવી અજય ના જણાવ્યા અનુસાર સાપ ખોરાક ની શોધ મા ઘર આવી ગયો હોય એમ લાગી રહ્યું છે. એ ને રહેણાંક વિસ્તાર થી દૂર જંગલ મા છોડી મુકવામા આવિયો છે.