Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા સ્ટેચ્યુના કર્મચારીને ફોર વ્હીલ ગાડીએ અડફેટમાં લેતા ઇજા.

Share

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વાહનોની સંખ્યા ચાર ઘણી વધી હોય જેમાં કેટલાક વાહન ચાલકો બેફામ વાહનો લઈ જતા વારંવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગતરોજ પણ સ્ટેચ્યુના એક કર્મચારીને અકસ્માતમાં ઇજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વરના કોઠી ગામમાં રહેતા હરેશભાઈ કરશનભાઇ તડવીએ આપેલી ફરિયાદ મુજબ એ તથા વિપુલભાઈ એકટીવા ગાડી લઈને ગભાણા પૂલ પરથી કેવડીયા સ્વાગત કક્ષ ખાતે પંચીગ કરવા માટે જતાં હતા ત્યારે કેવડીયા માર્ગ પર એક ફોર વ્હીલ ગાડી નંબર GJ-06-A2 2019 ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકારી હરેશભાઇની એકટીવા ગાડીને પાછળના ભાગે અથાડતા એક્ટિવા પર જ્યાં હરેશભાઇ રોડ ઉપર પડી જતાં ઇજાઓ કરતા કેવડિયા પોલીસે ફોર વ્હીલ ગાડીના ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. 10 નું 86.06 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

નેત્રંગમાં વરસાદી પાણીથી રસ્તાનું ભારે ધોવાણ થવાથી રસ્તાનું નિર્માણ કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!