નર્મદા જિલ્લો ગાઢ જંગલ વિસ્તાર ધરાવે છે અવારનવાર જંગલ વિસ્તારમાંથી બે નંબરી લાકડા કાપીને તસ્કરો તસ્કરી કરી રહ્યા છે. તો બીજી બાજુ નર્મદા વન વિભાગના વન અધિકારીઓ પણ આવા વિરપ્પનોને ઝડપી પાડીને જંગલ સંપત્તિની રક્ષા કરે છે એવો જ એક બનાવને કેવડિયાની ગોરા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ધરિયાની કુનેહ થી પ્રકાશમાં આવ્યો છે ગઈ કાલે મોડી રાત્રે આર.એફ.ઓ વિરેન્દ્રસિંહ ધરીયાના માર્ગ દર્શન હેઠળ રેન્જના ફોરેસ્ટર ભાવેશ કહાર,વિક્રમ તડવી,સંજય બારીયાની ટીમે વોચ ગોઠવીને ખેરના લાકડા અને સાગી લાકડા મળી રૂપિયા ૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડયા છે. ખેરના લાકડામાંથી કાથો બનતો હોવાથી આ લાકડાની ચોરી પાછળ પર પ્રાંતની ટોળકીનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓની તપાસ ચાલુ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement