નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે 3600 કરોડના ખર્ચે આદિવાસીઓની જમીન પર ઊભી થયેલી દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદ પણ સ્થાનિક આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કરતાં સરકારી બાબુઓ હજુ પણ સ્થાનિક લોકોને હેરાન કરવા અને જાતિભેદ કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. જેમાં એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતાં સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. જેમાં તા.25 ના દિવસે આદિવાસી યુવશક્તિના યુવતીઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે તેઓ એક વર્ષથી SOU માં ફરજ બજાવે છે અને તેનો આ SOU નાં નિર્માણના અસરગ્રસ્તો પણ છે પરંતુ એ અન્ય એજન્સીને કામ આપતા અમોને છૂટા કરવામાં આવ્યા છે ત્રણ મહિનાનો પગાર પણ બાકી છે. જયારે આ અંગે એજન્સીના આસિસ્ટન્ટ કમિશનર નિલેષ દુબેને વાત કરતાં તેઓ કહે છે કે નવી એજન્સીવાળા નોકરી પર રાખવાનું નાં કહે છે જયારે એજન્સીવાળા કહે છે કે ”નિલેષ દુબે ” નાં કહે છે જયારે ફરીવાર રજૂઆત કરવા ગયા તો નિલેષ દુબેએ ના પાડી દીધી કે તમે તેડવી જાતિના માણસો છો તમારી જાતિના માણસોની જરૂર નથી તેમજ ગેરવર્તન કર્યું હતું. જાતિ અને અપમાનિત કર્યા હતા. જયારે અમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન ગુમાવી છે માટે અમોને નોકરી મળવી જોઈએ તેવી માંગણી કરતું આવેદનપત્ર નર્મદા જીલ્લા કલેક્ટરને આપી અન્યાય કરનાર અધિકારી અને એજન્સીના સંચાલકો સામે પગલાં ભરવાની માંગણી કરી છે.
નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક આદિવાસી લોકો સામે ઓરમાર્યુ વર્તન જાતિભેદ કરતાં અધિકારી સામે તેમજ રોજગારી આપવા યુવતીઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
Advertisement