કેવડિયા કોલોની
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા અને વી આઈ પી ટેન્ટ સીટી માં રોકાયેલા સુરતના ડોકટરો ને વી આઈ પી ટેન્ટ સિટીમાં કડવો અનુભવ થયો કલાકો સુધી પાણી જ મળ્યું ..ડોકટરે થયેલી તકલીફો નો વિડીયો વાયરલ કર્યો
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓ માટે ટેન્ટસિટી 1 વી આઈ પી કક્ષાની છે પણ ત્યાં રોકાયેલ સુરતના ડોકટરોને કડવો અનુભવ થતા તેમને વિડિઓ સોસીયલ મીડીયા મોકલી અહીંયા પડેલી તકલીફ વિશે જણાવ્યુ હતુ.સુરતના 10 જેટલા ડોકટર પરિવાર આવ્યા હતા ત્યારે ગઈકાલે 12 થી સાંજ 7 સુધી પાણીની તકલીફ પડી હતી .વોસરૂમ થી લઈ વોસ બેસીન ,ટોયલેટ વિગેરેમાં પાણી આવતું ન હતું આ અંગે વિડીયો સેર કરનારા ડોકટરે યતીન કે શાહે જણાવ્યુ હતું કે પાણી માટે તેમના સંચાલકો ને પૂછ્યું તો કહ્યું કે પાણીની લાઈન તૂટી છે.ટેન્કર મંગાવ્યું છે પણ સાંજે લગભગ સાત સુધી અમને પાણી મળ્યું ન હતું .
તેઓ બહાનું બતાવતા હતા કે 10 મિનિટ 20 મિનિટમાં પાણી આવશે તેવું બહાનું બતાવ્યું હતું.વધુમાં તેમને જણાવ્યુ હતું કે સી ક્લસ્ટર માં પાણી આવતું ન હતું કેટલાંક ટેન્ટમાં પાણીનું ગીઝર પણ ન હતું ચાલતું હતું ડોકટરે જણાવ્યું હતું કે તેઓએ બે વ્યક્તિ નું 14620 રૂપિયા નું વી વી આઈ પી પેકેજ લીઘું હતું