(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):નર્મદા જિલ્લાના કેવડીયામાં લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 8મી જાન્યુઆરીએ આંતરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો.જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ અવનવા પ્રકારની પતંગો આકાશમાં ચગાવી હતી.આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીમ ઉત્તરાયણ પર્વના એપિસોડના શુટિંગ માટે ત્યાં આવી પહોંચી હતી.તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવતા દિલીપ જોશી,ચંપક કાકાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ,તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા,અંજલિ મેહતાનું પાત્ર ભજવતા નેહા મેહતા,આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકર,બબીતાનું પાત્ર ભજવતા મુનમુન દત્તા,પત્રકાર પોપટ લાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠક,કોમલ હાથીનું પાત્ર ભજવતા અંબિકા રાજનકર,બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરિયા અને માધવીનું પાત્ર ભજવતા સોનાલિકા જોષીને જોવા લોકોની ભારે ભીડ જામી હતી.આ ટીમેં આખો દિવસ શુટિંગ કરી કેવડિયા ટેન્ટ સીટી ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.9/1/2018 તારીખે પણ આ ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શુટિંગ કરશે.
કેવડિયા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીમે શુટિંગ કર્યું.
Advertisement