પથ્થરમારમાં કચેરીમાં ફરજ બજાવતી કોમલ તડવી ઘાયલ,108 ઇમરજન્સી દ્વારા એને સારવાર અર્થે ખસેડાઇ.
રાજપીપલા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટેન્ટ સીટી-2માં હાદ ત્રણ દિવસ ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફ્રન્સનું આયોજન કરાયું છે.20મીએ બપોરે 2 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ કેવડિયા હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા પોતાના કાફલા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા.ડીજી કોન્ફરન્સનોને લઈને સુરક્ષા એટલી કડક બનાવી દેવાઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 21મીએ કેવડિયા ખાતે આવવાના છે અને 22મી બપોર સુધી રોકાશે.ત્યારે સુરક્ષા માટે ઠેર ઠેર ચેકીંગ રાખવામાં આવ્યા છે.પોલીસ કેવડિયા તરફ જતી ગાડીઓનું 30 કિલોમીટર દૂરથી તપાસ કરી પ્રવેશ અપાય છે.અને ખાનગી ગાડીઓને પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવા આવે છે પણ છાસવારે ટિકિટ બારી બંધ કરી દેવાઈ છે અને ફ્લાવર ઓફ વેલી બાજુ પણ જવા દેતા ન હતા.
રાજનાથસિંહના આગમનના 2 કલાક પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવા માટે ટિકિટ બારી બંધ કરાતા પી.આર.ઓ કચેરી ખાતે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.દરમિયાન પાછળની બાજુએથી 20-25 મહિલાઓના ટોળાએ પી.આર.ઓ કચેરી પર પથ્થરમારો કર્યો હતો.જેમાં ત્યાં ફરજ બજાવતી કોમલ તડવીને પથ્થર વાગતા એને ઇજા પહોંચી હતી.બાદ એને 108 ઇમરજન્સી દ્વારા સારવાર અર્થે ગરૂડેશ્વર લઈ જવાઇ હતી.આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને એ ટોળાને પકડવા કચેરીની પાછળ જાય એ પેહલા જ ટોળું ત્યાંથી રવાના થઈ ગયું હતું.ત્યાર બાદ પી.આર.ઓ કચેરી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ફરીથી ટિકિટનું વિતરણ ચાલુ કરાયું હતું.