(જી.એન.વ્યાસ)
મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતેના એક મકાન ૩૨૪/૬૪ આર.જે. બારીયાને ત્યાં અચાનક શોર્ટસર્કીટ થઈ હતી જેથી રૂમમાં આગ ફેલાઈ જતા પલંગ, ગાદલા, કપડા બળીને ખાખ થયા હતા. તેમજ ફ્રીજને નુકશાન થયું હતું. આ વાતની જાણ વાયુવેગે કેવડીયા કોલોનીમાં પ્રસરી જતા સમગ્ર જી.ઈ.બી.નો સ્ટાફ ઘટના સ્થળે આવી ગયો હતો. તાતકાલીક સેવા આપી વીજળી ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નિગમ દ્વારા બનાવવામાં આવેલા મકાનોમાં મેઇન સ્વીચ, ફ્યુઝ, એમ.સી.બી. સ્વીચોની પુરતી સુવિધા નથી જેથી અવાર નવાર શોર્ટસર્કીટના બનાવો બનતા રહે છે.. શું આ બાબતે વહીવટી તંત્ર જાગૃત થશે ખરું ?
Advertisement