Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કેવડીયા કોલોની દ્વારા નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું

Share

(જી.એન.વ્યાસ)

સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામીનારાયણ ગૂરૂકુળ કેવડીયા કોલોની ખાતે કાર્યરત શ્રે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ તેમજ શ્રી સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા સયુંકત ઉપક્રમે ગામ ઝરિયા મુકામે તા. ગરૂડેશ્વર જી.નર્મદા માં તા. ૨૦/૦૧/૨૦૧૮ નાં રોજ નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સત્સંગ શિક્ષા પરિસદ ગાંધીનગરના ટ્રસ્ટી સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી, સ્વામી શ્રી અક્ષરપ્રકાશ દાસજી તેમજ સ્વામી શ્રી ધર્મનંદનદાસજી તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કેમ્પસના ડાયરેક્ટરશ્રી કુલદીપસિંહ ગોહિલ અને વ્યવસ્થાપક શ્રી ધવલભાઈ પટેલ તથા ઝરિયાગામના સરપંચ શ્રી સતીષભાઈ તડવી તેમજ ગામના આગેવાનો મુકેશભાઈ તડવી, શ્રવણભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રોગોના નિષ્ણાત અને દાતાના રોગોના નિષ્ણાત એવા છ ડોક્ટરની ટીમ દ્વારા ૨૦૦ જેટલા દર્દીઓનું સચોટ નિદાન તેમજ સારવાર કરવામાં આવેલ હતી. નિશુલ્ક મેડીકલ કેમ્પની સાથે નિદાન કરાવનાર તમામ ડાળીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

 


Share

Related posts

આમોદ તાલુકાના ઇખર ગામની સબા પ્રાયમરી સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ProudOfGujarat

ભરૂચના ચાવજ ગામે તા. 22 માર્ચથી શરૂ થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારીઓને આખરી અપાયો

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat
error: Content is protected !!