દક્ષિણ ભારતમાં આજે ઉજવણીનો માહોલ છે. 10 દિવસ સુધી ચાલનારા મુખ્ય તહેવાર ઓણમ વિશે દરેક જણ ઉત્સાહિત છે. મંદિરોમાં પૂજા કરવા લોકો વહેલી સવારથી પહોંચી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ મલયાલમમાં બધાને ઓણમની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન, ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અને અભિનેતા સુરેશ ગોપીએ તિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં ઓણમની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત, ત્રાવણકોર રાજવી પરિવારના રાજકુમાર આદિત્ય વર્મા પણ ઓણમની ઉજવણીનો ભાગ બનવા માટે પહોંચ્યા હતા.
ઓણમ જેને મલયાલમ ભાષામાં તિરુવોનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓણમ ખાસ કરીને ખેતરોમાં સારા પાકની ઉપજ માટે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે કેરળમાં મહાબલી નામનો અસુર રાજા હતો. આ તહેવાર તેમના માનમાં જ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ તહેવાર ભગવાન વિષ્ણુના વામન અવતારને પણ સમર્પિત છે.
આ તહેવાર 12 દિવસ સુધી ઉજવવામાં આવે છે. મુખ્યત્વે તે 10 દિવસનો હોય છે. આ વર્ષે ઓણમ 20 ઓગસ્ટથી શરૂ થયો છે અને આ તહેવાર 31 ઓગસ્ટ સુધી મનાવવામાં આવશે. ઓણમના પહેલા દિવસને અથમ અને 10 મા દિવસને તિરુવોનમ કહેવામાં આવે છે. ઓણમ નિમિત્તે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં ઉત્સવનો માહોલ છે. ઓણમના તહેવારની ઉજવણી કરતા લોકો ઘરના આંગણામાં રંગોળી બનાવે છે અને પૂજા કરે છે.
તહેવારને લઈને દરેક લોકો ઉત્સાહી જોવા મળી રહ્યા છે. ભક્તો ઓણમ નિમિત્તે કોચીમાં ત્રિક્કક્કારા વામન મૂર્તિ મંદિરમાં કરવામાં આવી રહેલી ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા આવે છે. તે જ સમયે, કોચીના ત્રિક્કાક્કારા વામન મૂર્તિ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે.