કેરળના કોચીમાં ચાલતી કારમાં 19 વર્ષની મૉડલ પર કથિત બળાત્કારની એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસે મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરી છે. ચાલતી કારમાં, નરાધમોએ આબરૂ લૂંટી, અને પછી મૉડલને કક્કનાડમાં તેના ઘરે પણ છોડી દીધી. મામલો સામે આવ્યા બાદ પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, કોડુંગલ્લુરના ત્રણ પુરુષોએ ગુરુવારે રાત્રે કાસરગોડની રહેવાસી યુવતી સાથે તેમના વાહનમાં કથિત રીતે જાતીય શોષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. મોડલ કોચીની એક ક્લબમાં પાર્ટી કરવા માટે ગઈ હતી. વધુ પડતો દારૂ પીધા પછી તે નશામાં ધૂત થઈ ગઈ અને પડી ગઈ. આ પછી કેટલાક લોકો તેને બહાર કારમાં લઈ ગયા અને તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસે જણાવ્યું કે, પીડિતાના મિત્રની ફરિયાદના આધારે કેસ નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘તબીબી પુરાવા સૂચવે છે કે તે ઘાયલ થઈ હતી. ગુનો કર્યા પછી, લોકોએ પીડિતાને કક્કનાડ ખાતે છોડી દીધી હતી.’ ખાનગી હોસ્પિટલે પોલીસને જાણ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં આજે સવારે પીડિતાને તેના મિત્રએ દાખલ કરાવી હતી.
થોડા દિવસો પહેલા કેરળના વાયનાડમાં સગીર બળાત્કાર પીડિતા સાથે ખરાબ વર્તનના મામલે ASI ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ સાથે ગંભીર કલમો હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી કે જ્યારે પોલીસ તેને બળાત્કાર કેસમાં પુરાવા એકત્ર કરવા લઈ જઈ રહી હતી ત્યારે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.
પીડિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટના આધારે ડીઆઈજીએ એએસઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસે બળાત્કારના મામલામાં ઘેરાયેલા ધારાસભ્ય એલ્ધોસ કુન્નાપ્પિલી વિરુદ્ધ કાર્યવાહી કરી. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષે કુન્નાપ્પિલીની સભ્યતા છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધી છે.