અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત કડકીયા એજ્યુકેશન કેમ્પસ ખાતે ૨૪મા સ્થાપના દિન નિમિત્તે જાણીતા કવિ જવાહર બક્ષીનું વ્યાખ્યાન યોજાયું હતું.
આજ રોજ અત્રેની કડકિયા કોલેજ ખાતે ૨૪ મો સ્થાપના દિન ઉજવાયો હતો. જે નિમિત્તે યોજાયેલ વ્યાખ્યાન માં નરસિંહમહેતાની આદ્યાત્મીકતા ઉપર ડો. જવાહર બક્ષી એ મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.
આ પ્રસંગે કડકિયા કોલેજ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કડકિયા, ટ્રસ્ટીઓ ડો.નિરંજન પંડ્યા, માધવી બેન કડકિયા, કેમ્પસ ડાયરેક્ટર ડો.ટી.ડી.તિવારી, પ્રધ્યાપક અર્પિત દવે, પ્રા.ડો.જયશ્રી ચૌધરી, પ્રા.ડો. વર્ષા પટેલ તેમજ પ્રા.ડો.જી.કે.નંદા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રા.ડો. જયશ્રી ચૌધરીએ મુખ્ય વક્તા ડો.જવાહર બક્ષીની તલસ્પર્શી ઓળખાણ આપી હતી.
બાદમાં આદિકવિ નરસિંહ મહેતા નાં વંશજ તેમજ નરસિંહ મહેતાની આધ્યાત્મિકટ ઉપર પી.એચ.ડી કરનાર ડો. જવાહર બક્ષીએ નરસિંહ મહેતાનાં બૃહદ અધ્યાત્મવાદ ઉપર મનનીય વ્યાખ્યાન આપ્ય હતું.
આ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિધ્યાર્થીપને એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.