શ્રી અમરનાથ વાર્ષિક યાત્રા છડી મુબારકની પૂજા સાથે પૂર્ણ થાય છે. આ વખતે લગભગ ચાર લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અમરનાથ યાત્રાની છડી મુબારક ગઈકાલે પવિત્ર ગુફામાં પહોંચી હતી. સૂર્યોદય પહેલા છડી મુબારકને પવિત્ર મંદિર પર લઈ જવામાં આવી હતી. આ વર્ષની તીર્થયાત્રા પણ પવિત્ર ગુફામાં ભગવાન શિવની પૂજા-અર્ચના સાથે પૂર્ણ થઈ હતી.
છડી મુબારક બુધવારે શેષનાગથી પંજતરણી માટે રવાના થઈ હતી જે ગઈકાલે પંજતરણીથી છડી મુબારક પવિત્ર ગુફામાં પહોંચી હતી અને પૂજા અને દર્શન સાથે બાબા અમરનાથની 62 દિવસની યાત્રા પૂર્ણ થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, તીર્થયાત્રીઓનો છેલ્લો જથ્થો 23 ઓગસ્ટે પવિત્ર ગુફા માટે રવાના થયો હતો. તેમણે કહ્યું કે, યાત્રાની શરૂઆત સાથે જ યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગત વર્ષે લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા જ્યારે આ વર્ષે 4.42 લાખ ભક્તોએ ભોલેનાથના દર્શન કર્યા હતા. પવિત્ર ‘છડી મુબારક’ વિધિ વાર્ષિક અમરનાથ યાત્રાના સમાપનને ચિહ્નિત કરે છે. યાત્રા પૂર્ણ થયા બાદ યાત્રાના બંને રૂટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના મંડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક બુઢા અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા પણ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થઈ ગઈ હતી.