Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ખીણમાં કાર ખાબકતા 7 નાં મોત

Share

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે થયેલા એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધનદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

અકસ્માતની પુષ્ટિ કરતા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, હમણાં જ ડીસી કિશ્તવાર ડૉ. દેવાંશ યાદવ સાથે ધનદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : કરાલી પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ પોલિસે અંક્લેશ્વરથી વિદેશી દારૂ સાથે ૧ ની ધરપકડ કર: ૧ ફરાર…

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!