જમ્મુ-કાશ્મીરમાં આવેલા કિશ્તવાડ જિલ્લામાં એક ગામમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ હેલીકોપ્ટરમાં 2 થી 3 લોકો સવાર હતા. ભારતીય સેનાને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરના અવશેષો કિશ્તવાડ જિલ્લામાં મારવાહ-દછાનમાંથી વહેતી મારુસુદર નદીમાંથી મળી આવ્યા હતા, જે દુર્ઘટના બાદ ધોવાઇ ગયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે.
જોકે તેમની તબિયત કેવી છે તે સેના તરફથી જાણવામાં આવી રહ્યું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. જોકે, હજુ સુધી તે અધિકારીઓ સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચિનાબ નદીમાં પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં બે પાયલોટ સામાન્ય રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.