Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

Share

જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીમાં આજે એટલે કે મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાય છે. જેમાં અહીં અમરનાથ યાત્રા ડ્યુટીમાં રોકાયેલા ITBP જવાનોને લઈને જતી બસને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 થી વધુ જવાન શહીદ થયા હતા. જ્યારે અનેક જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. આ દરમ્યાન બસની બ્રેક ફેલ થતાં બસ નદીમાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 જવાન આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર આવેલ છે. હાલમાં જ અમરનાથ યાત્રાનું સમાપન થયું છે. આવી સ્થિતિમાં આ યાત્રામાં તૈનાત સુરક્ષા દળના જવાનો પોતપોતાના યુનિટમાં પરત ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સૈનિકો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થતાં બસ નદીમાં પડી હતી. બસ નદી કિનારે ઘણી નીચે ખાડામાં પડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણું નુકસાન થવાની આશંકા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ મોરવા હડફના ગ્રામ્યવિસ્તારોમાં હવે કોરાના વાયરસના પગલે બહારગામના વ્યક્તિને NO ENTRY પ્રવેશરોડ પર ઝાડી ઝાખરાની આડાશ મૂકાઇ

ProudOfGujarat

એન એમસી ના અમલ ના વિરોધ મા ભરુચ શહેર જીલ્લા ના તબીબો ની હડતાલ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!