જિલ્લા કલેક્ટર અને પાલિકા સીઓ એ ઓવારા સહિતના સ્થળો ની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. રાજપીપળાના સરકારી ઓવારા પાસેનું મંદિર પણ પાણીમાં ગરકાવ તંત્ર દ્વારા વારંવાર એલર્ટ જાહેર કરવા છતાં સામે પાર બે વ્યક્તિઓ હોય બંને જેસીબી મશીન પર ચઢીને બેસી ગયા રાજ્ય માં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય બનતા ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે નર્મદા જિલ્લા માં ગત રાત્રીથી વરસાદ શરૂ થયો હતો અને રાજપીપળા સહિત આસપાસ ના વિસ્તારો માં ભારે વરસાદ થયો હતો સાથેજ નર્મદા જિલ્લા ના રાજપીપળા પાસે કરજણ ડેમ ના ઉપવાસ માં એકજ રાત માં અધધ 12 ઇંચ વરસાદ નોંધાયો હતો જેથી કરજણ ડેમ ની સપાટી એકા એક વધિજતા પાણી છોડાયું હતું. કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા મંગળવારે સવારે કરજણ નદી ગાંડી તુર બની બંને કાંઠે વહેતી થઈ હતી જેના કારણે રાજપીપળા સરકારી ઓવારે આવેલું સિકોતર માતાનું મંદીર પણ અડધું પાણી માં જોવા મળ્યું હતું જયારે તંત્ર ના એલર્ટ કરવા છતાં સામે પાર બે વ્યક્તિઓ અટવાતા બ્રીજનું કામ ચાલુ હોય જેસીબી મશીન પર આ બંને વ્યક્તિઓ બેસી રહેલા જોવા મળ્યા હતા જોકે બંને તરવૈયા હોય તેમને કોઇ તકલીફ નથી ત્યારે પાણી ઓછું થયા બાદ નીકળશે એમ પણ જાણવા મળ્યું હતું.
આજે મંગળવારે સવારે નર્મદા કલેક્ટર આઈ કે પટેલ અને પાલિકા ના ચીફ ઓફિસર પંડ્યા પોતાની ટિમ સાથે સરકારી ઓવારા સહિતના સ્થળોની મુલાકાત લઈ પરીસ્તીથી નું નિરીક્ષણ કર્યું હતું.
આંકડાકીય માહિતી જોઈએ તો કરજણ ડેમ નું રુલ લેવલ 112.03 મીટર છે જ્યારે પાણી ની સપાટી એકા એક વધતા કરજણ ડેમ માં પાણી ની સપાટી વધી ને 114.70 મીટરે પોહચતા રુલ લેવલ જાળવવા કરજણ ડેમ ના 7 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક કરતા વધુ પાણી કરજણ નદી માં છોડાઈ રહ્યું છે ત્યારે નદીના કાંઠા વિસ્તારો એલર્ટ કરાયા છે. સૂત્રો ના જણાવ્યા મુજબ હાલ પાણી લેવલ ઘટી રહ્યું છે જેથી પરિસ્થિતિ કન્ટ્રોલ માં છે.
કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ
Advertisement