ગુજરાતમાં લોક ડાઉન અને કોરાનાની પરિસ્થિતિનાં પગલે કરજણ ટોલ ટેક્સ સંચાલકો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હવે સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પંચાયત સેવાના કર્મચારીઓના વાહનોને છૂટ આપવામાં આવી છે. અનેક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માણસોને ઓળખપત્ર જોઈ મોટરસાયકલ કે ગાડીમાં જવા દેવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કરજણ ટોલ ખાતેથી શાકભાજી ફળફળાદીના સાધનો અનાજ કરિયાણાના,મેડિકલ દવાઓ અને ખેતીની દવાઓ તેમજ જરૂરી સાધનો તથા માણસો જેવા કે મેડિકલ સ્ટોર,દવાખાના તેમજ હોસ્પિટલના સ્ટાફ, લેબ મેડિકલ સાધનોની ઉત્પાદન કરતી કંપની તથા તેને લગતી સેવાઓ અને સાધનો તથા માણસો ઉપરાંત પશુઓને ઘાસચારો અને પશુઓની સારવાર સેવાઓના સાધનો સાથે સાથે વીજળી ઉત્પાદન અને મેન્ટેનન્સની સેવાઓના સાધનો તથા માણસો ઉપરાંત ઇન્ટરનેટ ટેલીફોન મોબાઇલ સર્વિસ આપતાં તેમજ મીડિયાના કર્મચારીઓ,પાણી પુરવઠા,ગટર વ્યવસ્થાના કર્મચારીઓ,પેટ્રોલ ડીઝલ એલ.પી.જી તેમજ સીએનજી.પી.એન.જી એ સંબંધિત તમામ ટેન્કરો તથા સાધનો અને તમામ બેંકોના કર્મચારીઓ પોસ્ટ કુરિયર સેવાના કર્મચારીઓ સિક્યુરિટીના માણસો સતત પ્રક્રિયાથી ઉત્પાદન કરતા એકમોના માણસો અને કોઇપણ વ્યક્તિ દ્વારા સક્ષમ અધિકારી સાથે વાત કરવામાં આવતા ખાતરી કરી જવા દેવા તેમજ બાયો ઝાડ કેમિકલ વેસ્ટ સેવામાં સંકળાયેલા માણસો ઉપરોક્ત તમામને ટેન્કર ટ્રેક્ટર ટેમ્પો ટ્રક વગેરે સાધનોને જવા દેવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરજણ ટોલનાકા ઉપર લેવામાં આવ્યા છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ