મિયાંગામ કરજણ ખાતે માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલમાં આજ રોજ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ તબીબો હાજર રહ્યાં હતાં. સંસ્થાના સ્થાપક અને માર્ગદર્શક માલિનીબેન કિશોરભાઈ સંઘવીએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ સંસ્થાના ડાયરેક્ટર કમલેશભાઈ શાહે ‘ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર’ની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને જરૂરિયાત મંદ સમાજ માટે ઉચ્ચ કક્ષાનું સરાહનીય કાર્ય ગણાવ્યું હતું. સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડૉ.મિહિર પરીખે તાલુકાના અંતરિયાળ ગામડાના દિવ્યાંગ બાળકોમાં નવી ચેતના અને ઉર્જા લાવવાનું કાર્ય થઈ રહયું છે એ બદલ કોમ્યુનિટી હેલ્થના વડા ડૉ.હેમા પરીખ તેમજ ઉમ્મીદ ટીમના કાર્યને અભિનંદન પાઠવ્યા હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ દેશભક્તિ ગીત, વેશભૂષા, ડાન્સ,વ્હીલ ચેર ઉપર બેસીને ગીત ગાવા જેવી કૃતિઓ કરી હતી.’તારે ઝમી પર’ફિલ્મના ગીત ઉપર દિવ્યાંગ બાળકોએ ડાન્સ કરતા કાર્યક્રમમાં હાજર સૌની આંખો ભીની થઇ ગઇ હતી.આ ઉપરાંત દિવ્યાંગ બાળકોના વાલીઓએ પણ સ્ટેજ ઉપર આવી સંસ્થામાં વિના મૂલ્યે ચાલતા ઈલાજ તેમજ પોતાના દિવ્યાંગ બાળકોમાં થયેલી પ્રગતિનો ચિતાર રજૂ કરતા ભાવવિભોર બન્યા હતાં.અને સંસ્થાની તેમજ તબીબોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
કરજણ ખાતે માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Advertisement