પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના સારિંગ ગામની સીમમાં આવેલી હઝરત પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ અકિદતમંદોની હાજરીમાં સંપન્ન કરાઇ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત પરદેશી પીર સાહેબની દરગાહ ખાતે સાતમા સંદલ શરીફ પ્રસંગે સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરગાહ શરીફ ખાતે ગુલબર્ગ શરીફ થી પધારેલા સૈયદ મોહસીન બાવા સાહેબ તેમજ અન્ય સાદાતે કીરામ અને આલીમોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.હિંદુ – મુસ્લિમ એકતાના પ્રતિક હજરત પરદેશી પીરની દરગાહ શરીફ પર નિયમિત શ્રદ્ધાળુઓ હાજરી આપી ધન્યતા અનુભવે છે. દરેકની મનોકામનાઓ દરગાહ શરીફ પર પૂર્ણ થાય છે.
આ પ્રસંગે નાઅત શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સંચાલકો દ્વારા સામૂહિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગુલબર્ગ શરીફથી વિશેષ અતિથિ તરીકે મોહસીન બાવા હાજર રહ્યા હતા. સલીમ બાવા, બાબુભાઈ બાવલા તેમજ મોટી સખ્યામાં સાસરોદ ગામમાંથી અકીદતમંદો ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમ નું આયોજન સાંસરોદ ગામના બાબુભાઈ બાવલાએ કર્યું હતું.
યાકુબ પટેલ, કરજણ