Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના સામરી ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સામરી ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના પરિવારો માટે પોતાના સંતાનોના લગ્ન કરવા ખૂબ કપરૂ થઈ ગયું છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ ગરીબ પરિવારોની વ્હારે આવી સેવાભાવી કાર્ય કરી રહી છે. જે અન્યો માટે પ્રેરણાદાયી સાબિત થવા પામી છે. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહ કાર્યક્રમમાં ૧૧ મુસ્લિમ સમાજના યુવક યુવતીઓ નીકાહના પવિત્ર બંધનમાં જોડાઈ નવ સંસારનો પ્રારંભ કર્યો હતો.

સામરી ગામના સૈયદ અસગર અલી બાવા સાહેબ ટુંડાવ શરીફના સૈયદ જાકીર અલી બાવા સાહેબ તથા અંબેટા શરીફના જાઉદ્દીન ચીશ્તી બાવા સાહેબ તથા સાદાતે કિરામની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. સૈયદ સાદાતોએ ભાગ્યશાળી નવ યુગલોને મુબારક બાદી સાથે તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નિવડે એ માટે દુઆ ગુજારી હતી. 11 યુગલોને સખી દાતાઓ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.સામરી ગામના આગેવાનો તેમજ યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. દુલ્હનનોને તેઓના સ્વજનોએ સજળ નયનોએ વિદાય આપી ત્યારે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ આયોજીત અસૃ ભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વ.અહેમદ પટેલ ને શ્રદ્ધાંના સુમન અર્પિત કરાયા

ProudOfGujarat

ભરૂચ : કોરોનાએ નગરપાલિકા કર્મચારીનો ભોગ લીધો જાણો કોણ ?

ProudOfGujarat

સુરતની અનેક શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી લાખો કરોડો રુપિયાનું ડોનેશન ઉધરાવી લેતી શાળા સામે જીલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરવા વાલીઓ પહોચ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!