દર વર્ષની જેમ આ વર્ષે પણ કરજણ તાલુકાના વલણ ગામે આવેલ “ટીકિકા અકેડમી” માંથી 13 મો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. સવારે “ધરમપુર સાયન્સ સેન્ટર” માં છાત્રોએ પ્લેનેટોરિયમમા બ્રહ્માંડના દર્શન કર્યા, 3 ડી વિજ્ઞાન શો, સાયન્સ પાર્ક અને ડાયનાસોર, લોકપ્રિય વિજ્ઞાન, મિરર હાઉસ, વિજ્ઞાનના પ્રયોગો નિહાળી ચકિત થઈ ગયા.
સાંજે “સેલવાસના વનગંગા લેક ગાર્ડન” મા પ્રકૃતિનાં ખોળે ખૂશનુમા વાતાવરણમાં મોજ કરી. કેટલાક છાત્રોએ સરોવરમા બોટિંગની મજા લીધી. રાત્રે દમણ થઈ પરત આવ્યા. અકેડમીના ડાયરેક્ટર કિકા તૌસીફ સાહેબે સમગ્ર પિકનિકનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. તેમના સ્ટાફમાંથી પ્રિન્સિપાલ ડૉ. અકીલા મેડમ, રિયાઝભાઈ, સાયમાબેન પણ આ શૈક્ષણિક પ્રવાસમા જોડાયા હતા.
તૌસીફભાઈ કિકા : વલણ-કરજણ
Advertisement