Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે ટીકિકા અકેડમીનાં 13 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

Share

કરજણના વલણ ગામે ટીકિકા અકેડમીનો “13 મો સ્થાપના દિન” ની ઉજવણી થઈ હતી. સૌપ્રથમ દરેકે કુર્આન શરીફની તિલાવત કરી. ત્યારબાદ વલણ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે ખુશીના પ્રસંગે દુઆ કરાવી હતી.

અકેડમીના ડાયરેકટર તૌસીફ સાહેબે આજથી 12 વર્ષ પૂર્વે વલણ ગામના ઉજ્જવલ ભવિષ્ય માટે જે મહેનત, પ્રયત્નો અને નેક મકસદથી સંસ્થાનો પાયો નાંખ્યો અને દિન પ્રતિદિન આધુનિક જમાનાને અનુરૂપ નૂતન શિક્ષણની કેડી કંડારી વલણ ગામનુ નામ રાજ્યમા ગુંજતુ કર્યુ. અકેડમીના ધોરણ 1 થી 10 ના ઉપસ્થિત બધા બાળકોને આ ખુશીના પ્રસંગે લાડુથી મોં મીઠુ કરાવ્યુ. અંતે ધોરણ 7 થી 10 ના છાત્રોએ ટીકિકા અકેડમીના “13 મો સ્થાપના દિન”ની ઉજવણી નિમિત્તે સરપ્રાઈઝ રૂપે “કેક” કાપી હતી.

તૌસીફ કિકા : વલણ

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરતાં ક્લિનિકમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા

ProudOfGujarat

તા. ૨૦ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે ૧૧-૦૦ કલાકે ૧૩૮.૨૮ મીટરે નોંધાઇ

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!