Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકાના ખેરડા ગામે સરગવો તોડવા જતા વિજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત.

Share

કરજણ તાલુકાના ખેરડા ગામની સીમમાં આવેલ ટ્યુબવેલની બાજુમા એગ્રીકલચર ડીપી તેમજ સરગવાનું ઝાડ પર ગામના જ 50 વર્ષીય આડેધ પુરૂષ એગ્રીકલચર ડીપી ની બાજુમાં આવેલ સરગવાના ઝાડ પરથી સરગવો તોડતા હતા. ત્યારે સરગવાના ઝાડની બાજુમાં આવેલ ડીપી ના જીવંત વીજ તારને અડી જતા 50 વર્ષીય આડેધને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા 50 વર્ષીય આડેધ પુરુષને સારવાર અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આડેધ પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરા : મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ.

ProudOfGujarat

એકતાનગર ગોરા ઘાટ ખાતે મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી.

ProudOfGujarat

સાગબારા પો.સ્ટે.નો પ્રોહીબીશનનાં કામનો નાસતો ફરતો આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!