Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી.

Share

કરજણના વલણ ગામે “ટીકિકા અકેડમી અને CSC અકેડમી” ના સંયુક્ત ઉપક્રમે 73 મા પ્રજાસતાક પર્વની ઉજવણી સાદગીપૂર્ણ અને સરકારની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની શરૂઆત ભીખા ઉવેશે તિલાવતે કુર્આનથી કર્યા બાદ છાત્રાઓએ પ્રાર્થના રજૂ કરી હતી, ટયુટર રિયાઝ સેલારે મહેમાનોનુ શબ્દોથી અભિવાદન કર્યા બાદ વરનામી વેદિકા અને પટેલ ફૌજીયાએ પ્રજાસતાક દિન વિશે ચોટદાર વિચારો રજુ કર્યા ત્યારબાદ ભીખા સામીયાએ દેશભક્તિ ગીત રજૂ કર્યુ. છાત્રાઓએ ઝંડા ગીત દ્વારા ભારત દેશની ગરીમા અને ભવ્યતાનું પ્રતિબિંબ પાડવામાં આવ્યું. અકેડમીના ડાયરેકટર તૌસીફ કિકાએ છાત્રો, નાગરિકોને ભારતીય સંવિધાનનો અભ્યાસ કરવા જણાવ્યુ. અને જેમ આપણા ઘરમા ધર્મ ગ્રંથ હોય છે તેમ ભારતીય સંવિધાન પણ દરેક ઘરમા હોવુ જોઈએ. વાલીઓને એમની બંધારણીય ફરજ યાદ અપાવતા કહ્યું કે, “તમારા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે અને GPSC, UPSC ની તરફ અત્યારથી લક્ષ રાખે. આપણા ગામમા આ બાબતે શૂન્યતા છે જે દુ:ખદ બાબત છે.”

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કરજણ તાલુકા પંચાયતના સભ્યો ઉસ્માનભાઈ ઉઘરાદાર અને મોહસીનભાઈ જોલી, અતિથિ વિશેષ પત્રકાર તસ્લીમ પીરાવાલા ઉપસ્થિત રહ્યા હતા. અંતે બાળકોએ રાષ્ટ્રીય ગીત રજૂ કર્યુ. પ્રોગ્રામનુ એન્કરીગ જનરલ લીડર લખોટી સુમૈયાએ કર્યુ. આ ખુશીના પ્રસંગે અકેડમી તરફથી મોઢું મીઠું કરાવ્યું હતું.

તૌસીફ કિકા, વલણ

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના રોહિદ ગામ ના ખેડૂતોએ (ડુક્કર)ના ત્રાસ થી કંટાળેલા ખેડૂતોએ મદદ માટે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી…

ProudOfGujarat

લીંબડીના સસ્તા અનાજની દુકાન પર પુરવઠા મામલતદાર આવતા ખળભળાટ.

ProudOfGujarat

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!