કરજણ રેલ્વે સ્ટેશનના અપ પ્લેટફોર્મ નંબર 01 પર એક 80 વર્ષના અજાણ્યો વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતાં ઇજાગ્રસ્ત થયો હતો. જેને 108 ની મદદથી કરજણ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજયનું સૂત્રો જણાવે છે.
ઉપરોક્ત બનાવને પગલે રામબીર સિંહ સ્ટાફ સાથે અને જીઆરપી મિયાગામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક અજાણ્યો વ્યક્તિ અંદાજિત ઉંમર 80 વર્ષનો ઇજાગ્રસ્ત હાલતમાં મિયાગામ કરજણ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર પડેલો હતો, ઘટનાની તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત અજાણ્યા વ્યક્તિ પાસેથી રેલવે ટિકિટ પાસ અને કોઈ ઓળખ પત્ર મળી આવ્યું ન હતું, થોડા સમય બાદ 108 ની મદદથી ઈજાગ્રસ્ત અજાણ્યા વ્યક્તિને વધુ સારવાર માટે સામૂહિક કેન્દ્ર કરજણ ખાતે મોકલવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ