Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના ફૂટવેરના વેપારીઓએ જીએસટી વધારાનો વિરોધ કરી મામલતદારને આવેદન પાઠવ્યું.

Share

સરકાર દ્વારા ફૂટવેર માલસામાન ઉપર 12% GST કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે.  ત્યારે ફૂટવેરમાં સરકાર દ્વારા 12% GST કરી દેવામાં આવતાં ફૂટવેર મોંઘા થવા પામ્યા છે. જે ગ્રાહક અને વેપારીને પોસાય તેમ નથી એમ વેપારીઓ જણાવી રહ્યા છે.  ટેક્ષટાઇલ ધંધામાં 5% GST રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે ફૂટવેર ધંધામાં પણ GST 5 % રાખવાની માંગણી સાથેનું આવેદનપત્ર કરજણ મામલતદારને આપી સરકાર સુધી પોતાની વ્યથા પહોંચાડવાની વિનંતી નગરના ફૂટવેરના વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. જે  બાબતે નગરની તમામ ફૂટવેરની દુકાનો વેપારીઓ દ્વારા આજના દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં ફૂટવેરના વેપારીઓ એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

માંગરોળના કનવાડા ગામે ફાર્મ હાઉસમાં ઈલેકટ્રીક મોટરની ચોરી કરનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!