Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ખાતે કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ લાગતાં વડોદરા સિવિલમાં ખસેડવામાં આવ્યા.

Share

કરજણ ખાતે રહેતા સવિતા બેન જેશીંગ ભાઈ ચૌહાણ ઉંમર વર્ષ-૫૫ છે. પીગલવાડા ગામ કરજણનાં રહેવાસી છે જેઓ ૫ દિવસ અગાઉ મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યમાં ફરવા ગયેલ હતાં.તેમને તાવ જેવું લાગતું હતું તેમને આજે સવારે વી.કેર હોસ્પિટલ કરજણમાં સારવાર અર્થે ગયા હતા જ્યાં ડોક્ટર દ્વારા તપાસ બાદ શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમને તાત્કાલિક કરજણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ. મોદી સાહેબ દ્વારા સવિતાબેનને વધુ સારવાર અર્થે ૧૦૮ નો સંપર્ક સાધી કરજણ ૧૦૮ ની ટીમ મારફતે સવિતાબેનને બરોડા સયાજી ગંજ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

જ્યાં તેઓને આઇસોલેશન વોડમાં રાખવામાં આવેલ છે, વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા બાદ તેઓના અનેક ટેસ્ટ લેવાયા હશે એમ જાણવા મળી રહ્યું છે પરંતુ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કે નેગેટિવ એ અંગે હજુ સુધી માહિતી પ્રાપ્ત થયેલ નથી.

ઇમરાન ઐયુબ મોદી

Advertisement

Share

Related posts

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ એમ્બ્યુલન્સ અર્પણ કરી.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતાં શખ્સનું પર્સ ચોરી કરતાં બે ઝડપાયાં..

ProudOfGujarat

નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ હથીયાર વડે ખૂન કરી મૃતકની પત્નીએ પહેરેલ દાગીના લૂંટ કરવાની કોશીશ કરતા પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!