વડોદરા જિલ્લાના કરજણ નગરના જલારામ નગરમાં નવાબજાર વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદના ટ્રસ્ટ ઘણા સમયથી લગભગ આશરે છેલ્લા વીસ વર્ષ થી ઓડિટ કે હિસાબ ન દર્શાવાતા વિવાદમા ચાલતું હતું. નુરાની મસ્જિદ નો કેસ ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં ચાલતો હતો. નુરાની મસ્જિદ કબ્રસ્તાન કમિટીના મૂતવલ્લી સૈયદ રિયાજ હુસેન બાપુ પર ભ્રષ્ટાચારના આક્ષેપ હતા. પરંતુ સાચા પુરાવાના આધારે ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં જીતનો ચુકાદો આવતા. ટ્રીબ્યુનલ કોરટે ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડ ના વહીવટ કરતા કારોબારી અધિકારી ને નુરાની મસ્જિદ કબ્રસ્તાન કમિટી નું જૂનું ટ્રસ્ટ યથાવત રાખી ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો.
ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડ ના વહીવટી કારોબારી અધિકારી મહમદ સિંધીએ ગત તા :29/08/2021 ના રોજ નુરાની મસ્જિદ ના મૂતવલ્લી સૈયદ રિયાજ હુસેનબાપુને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ચાર્જમાં બેન્ક મા જમા કરેલી રકમ, રોકડ રકમ, બેન્ક પાસબુક, ચેક બુક, ચંદાબુક,જેવી અગત્ય ના ડોક્યુમેન્ટ સાથે નુરાની મસ્જિદ ના મૂતવલ્લી સૈયદ રિયાજ હુસેનબાપુ ને ચાર્જ સોંપ્યો હતો.
ચાર્જ સોંપ્યા બાદ ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડ ના વહીવટી કારોબારી અધિકારી મહમદ સિન્ધીએ તમામ સાથી મિત્રો જેવાકે વક્કફ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, કેસમા ચાલનારા તેમજ સાથ આપનાર મિત્રો, સ્થાનિક રહીશો આભાર વ્યક્ત કર્યો હતો. તદ્દ ઉપરાંત વહીવટી કારોબારી અધિકારી મહમદ સિન્ધી એ જલારામ નગરના તમામ મુસ્લિમ બિરાદરોને આ ટ્રસ્ટ શાંતિ સલામતી અને મિલી જુલી અને ભાઈચારા થી ચલાવે તેવો સંદેશ પાઠવ્યો હતો.
યાકુબ પટેલ,કરજણ.