રાજ્યમાં કોરોના વાયરસના કેસ હળવા થતા રાજકીય પારો ચઢવા લાગ્યો છે. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકતાઓ જોશમાં આવી ચૂકયા છે.
વડોદરા આપ પાર્ટી પ્રદેશ કક્ષાના સંગઠન મંત્રી અર્જુન રાઠવા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવ્યા હતા અને કરજણ સર્કિટ હાઉસ ખાતે આપ પાર્ટીની બેઠક યોજાઇ. મિટિંગમાં આવનારી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપ્રાઇઝ પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ તરીકે પહોંચેલી આમ આદમી પાર્ટીનો ડોળો આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે તેમાં બે મત નથીના દ્રઢ સંકલ્પથી આપ પાર્ટી પૂરજોશમાં કામ કરી રહી છે.
આપ પાર્ટીના પ્રદેશ કક્ષાના સંગઠન મંત્રી અર્જુન રાઠવા રહ્યા ઉપસ્થિત રહ્યા હતા તે સહીત કરજણ તાલુકાના મૂળનિવાસી એકતા મંચ તથા વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેઓનું પુષ્પગુચ્છથી આવકાર કરવામાં આવ્યો હતો આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હલચલ રણનીતિ શરૂ કરી દેવામાં આવી છે.
યાકુબ પટેલ, કરજણ.