વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામે એક ઈસમ કોઈ કારણોસર સુસાઇડ નોટ લખીને ભાગી ગયો હતો જેની કરજણ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
ગત તારીખ 15 જૂનના રોજ હિતેષભાઇ નરેન્દ્રભાઈ વાળંદે રહે, લીલોડ ઘાટવાળું ફળિયું, કરજણ, વડોદરા એક સુસાઇડ નોટ લખીને ગુમ થયા હતા. ગુમ થનારની એક્ટિવા પોલીસને લીલોડ ગામે નર્મદા નદીના ઘાટ પાસેથી મળી આવી હતી પરંતુ ગુમ થનાર નદીમાં ડૂબી ગયેલ હોવાની શક્યતા રહેલ હતી જેથી હિતેષભાઈની શોધખોળ માટે 200 જેટલાં પોસ્ટર પોલીસ વિભાગ દ્વારા છપાવી જ્યાં લોકોની વધુ અવરજ્વર હોય અને જાહેર જગ્યાઓ હોય તેવા વિસ્તારમાં જાહેરાત કરવામાં આવી હતી સાથે આશરે લીલોડીથી 27 કિમી વિસ્તારના સી. સી. ટી. વી. કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યના બેક સ્ટેટમેન્ટ કાઢવામાં આવ્યા હતા જેમાં તા. 17 મી જૂનના રોજ પત્નીના ખાતામાંથી 10,000/- રૂપિયાની ઉઠાંતરી કરી હતી જ્યાંથી પૈસા ઉપાડ્યા હતા તે વિસ્તારના સી. સી. ટી. વી. ફૂટેજ ચેક કરતા તેઓ પૈસા ઉપાડતો જણાયો હતો અને તેનો મોબાઈલ ચાલુ થતા જ લોકેશન મેળવીને કરજણ પોલીસ દ્વારા આજરોજ વડોદરા કપુરાઈ ચોકડી નજીક આવેલ પ્રિન્સ ઈન હોટેલ ખાતેથી શોધી કાઢવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
યાકુબ પટેલ, કરજણ