Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ.

Share

ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે તારીખ 22 નાં રોજ કરજણ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની શરૂઆત તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર તેમજ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં કરજણ તાલુકામાં સૌપ્રથમ ડોક્ટર બિપિન ભાલુએ રસી મુકાવી રસીકરણનો લાભ લીધો હતો ત્યારબાદ ૧૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી ડોકટરોએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે રસીનો પહેલો ડોઝ લીધો છે મને કોઈ તકલીફ થતી નથી સામાન્ય ઈન્જેકશન લઈએ તેવો જ અનુભવ થાય છે. આ પ્રસંગે ડૉ. બિપિન ભાલુને ધારાસભ્ય હસ્તે સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરાયા હતા.

Advertisement

Share

Related posts

કોરોના હાઉ વચ્ચે રાજપીપળાની નાંદોદ બ્લોક હેલ્થ કચેરી બહાર જ રસ્તે રઝળતું માસ્ક કોણે નાખ્યું..??!

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!