Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાનાં ભરથાણા ટોલનાકા નજીકથી કારમાં લઈ જવાઈ રહેલા વિદેશી દારૂનાં જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી.

Share

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ નજીક આવેલા ભરથાણા ટોલનાકા નજીકથી કારમાં લઈ જવાઈ રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસના માણસો કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કોફી કલરની ઇક્કો સ્પોર્ટ ગાડી નંબર જીજે – ૦૧ – આર એન – ૯૧૨૮ માં કેટલાક ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો દમણ બાજુથી ભરી લાવી વડોદરા તરફ જનાર છે.

ઉપરોક્ત ગાડીમાં ડ્રાઈવર સીટની બાજુમાં એક ડોગ (શ્વાન) તેમજ એક મહિલા પણ બેસેલ હતી. દરમિયાન ઈક્કો સ્પોર્ટ ગાડી આવી પહોંચતા પોલીસે ગાડીને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી દારૂની બોટલો નંગ ૫૭ કિંમત રૂપિયા ૪૪,૦૦૦, ગાડી કિંમત રૂપિયા સાત લાખ, મોબાઇલ ફોન પાંચ કિંમત રૂપિયા ૨૧,૦૦૦ તથા સેમ્પ્લો મળી કુલ રૂપિયા ૭,૬૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે શ્યામસુંદર મીઠ્ઠલાલ શર્મા, ધર્મેન્દ્રસિંહ રામકુમારસિંહ ભદોરિયા, હરગોવિંદ રામલાલ પંચાલ તમામ રહે. અમદાવાદ તેમજ દિપ્તીબેન મુકેશભાઈ કનુભાઈ વ્યાસ રહે. વડોદરાની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

પ્રાઉડ ઓફ ગૂજરાતના અહેવાલની અસરથી કોરોનાના માહોલ વચ્ચે ગોધરા નગરપાલિકા તંત્ર દોડતુ થયૂ.જાણો કેમ !

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહે હવે કલમા લખેલ હશે તેવા ગલેફ ચઢાવી શકાશે નહી..જાણો કેમ?

ProudOfGujarat

સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાએ સમાજ શાસ્ત્ર વિષયમાં પીએચડી ની પદવી હાંસલ કરી, જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!