Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકાનાં બોડકા ગામ તરફ જઈ રહેલી બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજયું.

Share

કરજણ તાલુકાના બોડકા ગામ તરફ જઈ રહેલી બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત નીપજયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વસનાજી ઉર્ફે પિન્ટુભાઈ હમીરાજ રબારી હાલ રહે. બોડકા, ડુંગર દાદાની વાડી તા.કરજણ જિ. વડોદરા મૂળ રહે. વાસણ બોર્ડર તા. ધાનેરા જિ. બનાસકાંઠા તેમજ જગસિરામ ઉર્ફે જગદીશ ધર્માજી હાલ રહે. બોડકા, ડુંગર દાદાની વાડી મૂળ રહે. મારુવાડા તા. રાતિવાડા જિ. જાલોર (રાજસ્થાન) બાઇક પર સવાર થઈ બોડકા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક ઇકો ગાડીના ચાલકે કોઈ કેફી પીણું પીધેલી હાલતમાં ઉમજ ગામથી કરજણ માર્ગ ઉપર ઇકો ગાડી પૂર ઝડપે, ગફલતભરી રીતે હંકારી લાવતા બાઇક સાથે અક્સ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર વસ્નાજી તેમજ જગસિરામને માથાના તથા શરીરે ગંભીર ઇજાઓ થતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અક્સ્માત સંદર્ભે દિનેશ રણછોડભાઈ રબારીએ ઇકો ચાલક વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

टीवी धारावाहिक की ये अभिनेत्री करेंगी सुभाष घई की ‘ऐतराज़’ की रीमेक से बॉलीवुड डेब्यू

ProudOfGujarat

ગાંધીનગર : વિકાસ કામો માટે હવે 50 કરોડના બોન્ડ બહાર પાડવાની દરખાસ્ત મંજુર

ProudOfGujarat

ભરૂચ : દહેજ રોડ પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર હજુ સુધી નિંદ્રામાં..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!